કચ્છ સીમા પર ચાપતો બંદોબસ્તઃ પઠાણકોટમાં આતંકી ઘટના બાદ સીમા સુરક્ષાદળ દ્વારા દેશની સમગ્ર સીમા પર ચકાસણી કરવાનો નિર્ણય કરાયો છે. આ અંતર્ગત કચ્છ સહિત દેશની તમામ બોર્ડર પર જ્યાં થર્મલ ઇમેજ કેમેરા સેટ કરાયા છે તેનું સતત રેકોર્ડિંગ, ઉપરાંત જ્યાં ફેન્સ લાગેલી છે તેની ચકાસણી તથા આ ફેન્સ એરિયામાં સતત પેટ્રોલિંગ કરવા અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. પઠાણકોટ હુમલાના આતંકી દેશની કઈ સીમાએથી મુખ્યાલયમાં પોસ્ટમોર્ટમ કરાયું, ત્યાં જે સીમાએ થર્મલ ઇમેજ કેમેરા લાગેલા છે તેનું સતત રેકોર્ડિંગ થાય તેવો નિર્ણય લેવાયો છે.
• કચ્છ યુનિ.ના કુલપતિપદે ડો. ચંદ્રસિંહ જાડેજાઃ જેની ત્રણ-ત્રણ વર્ષથી વધુ સમયની રાહ જોવાતી હતી અને એક સમયે જે જગ્યા ભરવા માટે રાજભવન અને ગુજરાત સરકાર વચ્ચે લોકપાલ જેવા ઘર્ષણ સાથે તુલના થઈ હતી એવા કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે મહત્ત્વના કચ્છના યુનિ.ના કુલપતિ પદની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. યુનિ.ના ત્રીજા કુલપતિપદે મૂળ કચ્છના વતની અને હાલ લીમડીની કોલેજમાં એસોસિએટેડ પ્રો. રહેલા ડો. ચંદ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.
• અરુણાચલ પ્રદેશની શાળાને કચ્છીનું દાન
ભારતના બીજા છેક બીજા છેડે આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશના નામસાઈ જિલ્લામાં ભુજની ગોરસિયા એજ્યુકેશન સોસાયટી તરફથી દાનમાં અપાયેલી એક હોસ્ટેલનું તાજેતરમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કચ્છમાં આવેલી સાગરવિદ્યા નિકેતન સ્કૂલના વાર્ષિક દિવસની ઊજવણીની સાથોસાથ આ શાળાના હોસ્ટેલ બિલ્ડિંગનું ઉદઘાટન કરાયું ત્યારે નામસાઈના કલેક્ટર સહિત અગ્રણીઓએ ગોપાલભાઈ ગોરસિયાના વડપણવાળી કચ્છી સંસ્થાના સહકાર, યોગદાનની પ્રશંસા કરી હતી. કચ્છના પટેલ સમાજના અગ્રણીઓને અરુણાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન આ શાળા નજરમાં આવી હતી.