નલિયા: અબડાસાના લાલા અને બુડિયા ગામ પાસેના ઘોરાડ અભયારણ્ય હદની આસપાસ બિનઅધિકૃત જમીન ખેડાણ થાય છે અને સાત જેટલી પવનચક્કીઓ પણ ઊભી કરાઈ છે. અભયારણ્યની હદમાંથી હેવિ એચ. ટી. વીજ વાયર લાઇન પણ પસાર થાય છે.
આ ઇલેક્ટ્રીક લાઈને બે ઘોરાડ પક્ષીઓનો ભોગ પણ લીધો હતો. એ પછી આ લાઇન ખસેડીને ભૂર્ગભમાંથી પસાર કરવાનો નિર્ણય લેવાયો છે, પણ તે અંગે કોઇ પગલાં લેવાયા નથી. આ કારણોસર અભયારણ્યમાં શાંતિપ્રિય ઘોરાડ ભયમાં છે અને તેની સંખ્યા ઘટીને આઠેક જેટલી જ રહી છે. વનતંત્ર પણ અભયારણ્ય અંગે બેપરવાહ હોવાનો આક્ષેપ છે. ઘોરાડ અભયારણ્ય હદથી પવનચક્કી બે કિ.મી. જ દૂર છે. જે અભયારણ્યની હદથી ૨૦૦૦ મીટર દૂર હોવી જોઇએ, પવનચક્કીના અવાજથી ઘોરાડ અભયારણ્યની હદ છોડી અન્યત્ર ચાલ્યું જાય છે.