નારાયણ સરોવર: પોતાનો ભરડો મજબૂત બનાવવા અવનવા પેતરા રચી રહેલા ડ્રેગનને કમજોર અને મજબૂત મિત્ર પાકિસ્તાનનો સાથે મળી રહ્યો હોવાથી કચ્છની સરહદ નજીક હવે સોલાર પ્લાન્ટ માટે વિશાળ જમીન ચીનને ફાળવાઇ રહી છે. સિંધમાં ગ્વાદર પોર્ટ વિકસાવનારું ચીન હવે કચ્છ સીમાથી ૨૦ કિમી દૂર એરપોર્ટ બનાવી રહ્યું છે. તેમજ બિઝનેસ કોરિડોરના નામે અક્ષાઇચીનની છેક સિંધ સુધી પથારો કરી રહ્યું છે ત્યારે આ સામ્રાજ્યવાદી રાષ્ટ્ર, પાકિસ્તાનની આર્થિક કમજોરીનો પૂરો ફાયદો ઉઠાવતું હોવાનો વધુ એક દાખલો ગુપ્તચર સૂત્રો દ્વારા સામે આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે ભારત એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવા જઇ રહ્યું છે.
સંભવતઃ ચીનનું લક્ષ્ય સિંધમાં એવડો જ વિશાળ પ્લાન્ટ બનાવવાનું છે. એટલે જ પાકિસ્તાની ચાઇનીઝ કંપનીને મોટી જમીન ફાળવી રહ્યું છે. સિંધમાં કચ્છ જેમ જ જમીન પુષ્કળ અને માનવ વસતી ઓછી છે, એટલે આા અગાઉ પણ પાકે. ચીનને જમીનો ફાળવી છે. જોકે સ્થાનિક લોકો માને છે કે પાકિસ્તાન પોતાના પગ પર જ કુહાડા મારી રહ્યું છે.