અમદાવાદઃ પાંચમી એપ્રિલે પાલનપુરમાં તીવ્ર પવન સાથે વાવાઝોડું ફુંકાયું હતું. અતિપવનના લીધે અનેક જગ્યાઓએથી હોર્ડિંગ્સ ઊડી ગયા હતા અને વીજવાયરો તૂટી પડતાં વીજળી ડુલ થઈ હતી. રેલવે ઓવરબ્રિજ પાસે એન્ટ્રીગેટ તૂટી પડ્યો હતો અને જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. આ ઉપરાંત આકેસણ રોડ પરના ઝાડ તૂટી પડ્યા હતા. પાવર સપ્લાય બંધ થવાથી જનજીવન ખોરવાયું હતું.
હવામાનમાં આવેલા આ પલટાના કારણે પાંચમીએ મોડી સાંજે પાલનપુર પંથકમાં પવન સાથે વરસાદ થયો હતો. જોકે, રાજ્યમાં બીજે તીવ્ર ગરમીનો જ અનુભવ લોકોએ કર્યો હતો.