બાયડ નગરપાલિકામાંથી ગ્રામ પંચાયત થશે?ઃ રાજ્ય સરકારે વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા વિધેયક રજૂ કરતાં ૨૫,૦૦૦થી ઓછી વસ્તી ધરાવતી પાલિકાઓ ફરીથી ગ્રામ પંચાયત બનશે. જેથી વર્ષ ૨૦૦૬માં અસ્તિત્ત્વમાં આવેલી બાયડ નગરપાલિકાનો દરજ્જો છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. સરકારી રેકોર્ડ મુજબ બાયડ નગરપાલિકાની માનવ વસ્તી ૧૭,૮૮૬ હોવાનું બહાર આવ્યું છે. આથી જિલ્લા કક્ષાએ ૭૨૧૩ વસ્તી કેવી રીતે વધી ગઈ તેને લઈને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ૨૦૦૬માં ગ્રામ પંચાયતને સરકારે પાલિકાનો દરજ્જો આપતા બાયડની પ્રજામાં ખુશી વ્યાપી હતી. પરંતુ છેલ્લા આઠ વર્ષમાં લોકો નગરપાલિકાના વહીવટથી ત્રાસી ગયા છે અને આના કરતાં ગ્રામ પંચાયતનો વહીવટ સારો હતો તેવું કહે છે.