ભુજ: ફિલિપાઈન્સની એક જ યુનિવર્સિટીમાં ગુજરાતના કુલ ૨૫૦થી વધુ વિદ્યાર્થી છે. જેમાં કચ્છના ૨૦ વિદ્યાર્થી છે. આ યુનિવર્સિટીમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પણ વિદ્યાર્થીઓ છે. તેથી આ ભારતના ત્રણેય રાજ્યો તરફથી વિદ્યાર્થીઓને ભારત લાવવા રજૂઆત કરાઈ છે. દરમિયાન કચ્છના તંત્રએ જાહેરાત કરી છે કે આ વિદ્યાર્થીઓ કચ્છ પહોંચે પછી માધાપર સ્થિત યક્ષ મંદિરમાં ૧૪ દિવસ માટે તેમને કોરોન્ટાઈન કરાશે. આ ઉપરાંત તેઓ ભારત કે ગુજરાત આવે પછી કોરોનાની સારવાર અંગે જે નિર્ણય લેવાશે તેનું પાલન કરવામાં આવશે. જો તેમને અન્ય ક્યાંય કે કચ્છમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત જણાશે તો એ અંગે પણ તંત્ર સજ્જ છે.