કેરાઃ ગત સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને ઝીલતાં ભુજ અને મુંદરા તાલુકાના નવ ગામોએ ‘જ્યાં શૌચ ત્યાં શૌચાલય’ની દિશા પકડી લીધી છે. બાબિયા અને ટપ્પર ગામો સો ટકા શૌચાલય ધરાવતા ગામો બન્યા છે. આ ગામોમાં રૂઢિચુસ્ત સમુદાયની બહેનોની શરમ-સંકોચભરી સ્થિતિ નિવારી શકાઇ છે. ટપ્પર ગામના સરપંચ યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દે કહ્યું છે કે, અમે વડા પ્રધાનનું આહવાન ઝીલ્યું અને ૧૫૦ ઘર ધરાવતા આ ગામે છેલ્લા બે વર્ષમાં ૧૦૨ શૌચાલય યુનિટ સર્જવા ગજોડની એક્સેલ ક્રોપ કેર કંપનીએ આર્થિક સહયોગ આપ્યો છે. આવી જ કહાની બાબિયા ગામની છે. ત્યાં ૧૧ યુનિટ એક્સેલે બનાવ્યા છે.