બચુભાઈની વિદાયથી કચ્છના ઉચ્ચકક્ષાના સેવાભાવી આગેવાનની ખોટ પડી છે, તેવી લાગણી કચ્છી આગેવાનોએ વ્યક્ત કરી છે. જન્મભૂમિ પત્રોની સંસ્થા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન અને દાનવીર દામજીભાઈ એન્કરવાલાએ જણાવ્યું કે, બચુભાઈ રાંભિયાના અવસાનથી કચ્છને અગ્રણીની ખોટ
પડી છે. કચ્છીઓ ભૂકંપને ભૂલી જશે પરંતુ બચુભાઇના પ્રદાનને નહીં ભૂલે તેવો મત આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. આ ટ્રસ્ટ આરોગ્યસેવામાં અગ્રેસર બન્યું અને આટલું વિકસ્યુ તેમાં બચુભાઈનો મુખ્ય ફાળો હતો.
બચુભાઈ પોતે હોસ્પિટલ સંભાળતા અને એમણે સાધુ-સંતો માટે અલગ વિભાગ શરૂ કર્યો હતો. રેટીના, નેચરક્યોર, પ્લાસ્ટિક સર્જરી જેવા વિભાગો તેમણે શરૂ કરાવ્યા હતા.