નખત્રાણાઃ તાલુકાના કોટડા (રોહા) ગામે સંયુક્ત પરિવારમાં રહેતી ૨૩ વર્ષની મીનાબા કરણસિંહ સોઢાએ ૧૪મી ડિસેમ્બરે તેના બે પુત્રોને ખોળામાં બેસાડીને અગનપિછોડી ઓઢી લેતાં બંને પુત્રોનાં મોત થયાં છે જ્યારે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ૧૪ ડિસેમ્બરે રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ મીનાબાએ અગમ્ય કારણોસર રૂમને અંદરથી બંધ કરીને બે માસૂમ પુત્રો ધૈર્યરાજ (ઉં ૩) અને લક્ષ્યરાજ (પાંચ મહિના)ને ખોળામાં બેસાડીને કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કર્યું હતું.