ભુજઃ સ્વામીનારાયણ મંદિર દ્વારા પુલવામાના શહીદોના આત્માની શાંતિ અર્થે તાજેતરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. મંદિર વતી મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ ધૂન અને મૌન બાદ વીરગતિ પામેલા શહીદોના પરિવારજનો માટે રૂ. ૧૧,૧૧,૧૧૧ની જાહેરાત કરી હતી. તેમણે દેશવિદેશમાં વસતા સંતો હરિભક્તોને પણ હાકલ કરી હતી કે શહીદોની મદદ માટે આગળ આવે.