ભુજના ધારાસભ્ય ડો. નિમાબહેન આચાર્યને કોરોના

Monday 17th August 2020 12:32 EDT
 
 

ભુજઃ કોરોનાએ કચ્છમાં પણ ભરડો લીધો છે ત્યારે ખાનગી કે જાહેર કાર્યક્રમોમાં હાજર રહેતાં તથા ગાંધીનગર પણ અવરજવર કરતા નેતાઓ કોરોનાની લપેટમાં આવી રહ્યાં છે. ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબહેન આચાર્ય પણ તાજેતરમાં કોરોના પોઝિટિવ થતાં તેઓના સંપર્કમાં આવનાર સામાન્ય જનતાથી લઈને ભાજપના આગેવાનોને સાવચેતીની સૂચના અપાઈ છે. નિયમોને નેવે મૂકીને યોજાતા રાજકીય જાહેર મેળાવડા લાંબા સમયાથી ચર્ચામાં છે, પરંતુ રાજકારણીઓ સામે લાલ આંખ થતી નથી. તેવા આક્ષેપો પણ થઈ રહ્યાં છે. નિમાબહેન આચાર્ય પણ જુલાઈમાં ભુજમાં પોતાના નિવાસસ્થાને મહિલા મંડળના મેળાવડા કાર્યક્રમ તથા યક્ષ મંદિરમાં યોજેલી ભજિયાપાર્ટીના કારણે ચર્ચામાં આવ્યા હતા. આમ છતાં નિયમભંગને લઈને કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter