અમદાવાદઃ ભુજમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓનાં માસિકધર્મ ચકાસવા તેમનાં વસ્ત્રો ઉતરાવીને તપાસ કરવાની ઘટના મુદ્દે ગુજરાત હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. આ અરજી પરની સુનાવણી હાઇ કોર્ટમાં મોકૂફ રહીને સુનાવણી આગામી સમયમાં હાથ ધરાશે. અરજીમાં રજૂઆત છે કે આ સમગ્ર ઘટના સમાજ માટે હિણપતભરી અને મહિલાઓનાં અપમાન સમાન છે. આવી ઘટનાઓ, સ્ત્રીઓનાં સન્માનને ઠેસ પહોંચાડનારી છે. આ કેસમાં જવાબદારી લોકો સામે પગલા લેવામાં આવે. કહેવાય છે કે, આ જ મુદ્દાને લઈને, હાઇ કોર્ટને પત્ર પણ લખાયેલો છે. આ પત્રને સુઓમોટો તરીકે લેવો કે નહીં, તે મુદ્દો વિચારાધીન છે.
ઘટના શું હતી?
ફેબ્રુઆરી, ૨૦૨૦માં ભુજમાં શ્રીસહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહેતી, અન્ડર ગ્રેજ્યુએટની ૬૮ વિદ્યાર્થિઓને રેસ્ટરૂમમાં પરેડ કરાવીને તેમના આંતરવસ્ત્રો ઉતરાવીને તપાસ કરાઈ હતી કે તેઓ માસિકધર્મમાં છે કે
નહીં? આ કેસમાં કોલેજના આચાર્યા સહિત ત્રણની ધરપકડ કરાઈ હતી.