કેરા, તા. ભૂજઃ સમગ્ર ભારતમાં સેવાક્ષેત્રે નામના મેળવી ચૂકેલા ભૂજના શ્રી નરનારાયણ દેવ તાબા હેઠળનું સ્વામીનારાયણ મંદિરે ૧૯ એપ્રિલે રોગમુક્ત કચ્છ અભિયાન હેઠળ ૭૦૧૮ દર્દીઓને રોગમુક્ત કરવાનું મહાકાર્ય આરંભ્યું હતું.
ભૂજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીની પ્રેરણાથી ઈ.સ. ૨૦૧૦ નૂતન મંદિર મહોત્સવ વખતે આરંભાયેલા આ મહાકાર્યનો દ્વિતિય મણકો શ્રી નરનારાયણ દેવના ૧૯૨મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પુરાયો હતો. મહંત પુરાણી સ્વામીએ કહ્યું કે, ભૂજ મંદિર સેવાને વરેલી સંસ્થા છે. દર વર્ષે આરોગ્ય કેમ્પ યોજવાની ઘોષણાને ઉપસ્થિતોએ વધાવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર જ્યોફ વેઈને કહ્યું હતું કે આ મંદિરમાં માત્ર પંચામૃતનો અભિષેક જ નથી થતો અહીં હજારો હરિભક્તો પોતાના દેવ અને સંતની કૃપાથી સેવાનો અભિષેક કરે છે. ભૂકંપ રાહત પ્રવૃત્તિની સરાહના કરતાં તેમણે બ્રિટનના દાતાઓને ખાસ બિરદાવ્યા હતા.
આ પાટોત્સવ કે. કે. જેસાણી (વેમ્બલી-લંડન) તેમ જ અ.નિ. નાથાભાઈ મનજી વરસાણીના સંયુક્ત યજમાન પદે યોજાયો હતો.
મેડિકલ કેમ્પના દાતા
અ.નિ. કેશવલાલ પ્રેમજી ભુડિયા, અ.નિ. કાનજી પ્રેમજી ભુડિયા, અ.નિ. અરવિંદ કાનજી ભુડિયા સમગ્ર પરિવાર વતી હસમુખ કાનજી ભુડિયા, સૂરજ અરવિંદ ભુડિયા સમગ્ર પરિવાર કચ્છ, ગામ ફોટડી અત્યારે મોમ્બાસાના ઉદ્યોગપતિ પરિવારે કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઊઠાવવાની જાહેરાત કરી હતી.
એનઆરઆઈ અગ્રણીઓ
કચ્છ લેઉઆ પટેલ કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઈ ધનજી જાદવા વેકરીયા (કેન્ફોર્ડ), શામજી કાનજી વેકરીયા, ગોવિંદભાઈ લાલજી કેરાઈ (અમેજીંગ ટાઈલ્સ), વિલ્સડન સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ મનજી શીવજી હાલાઈ, બોલ્ટન મંદિર પ્રમુખ મનજી ગાંગજી હાલાઈ, પાટોત્સવના યજમાન અને મેડિકલ કેમ્પના સ્વપ્નદ્રષ્ટા કે. કે. જેસાણી, અગ્રણી જાદવજી મેઘજી ગાજપરીયા, વિનોદ ખીમજી ગાજપરીયા (કે. કે. બિલ્ડર્સ) કલ્યાણ રવજી વેકરીયા, માવજી વાલાણી (લંડન), માંચેસ્ટરથી નાનદાસ વરસાણી, ઓલ્ડહામથી હિતેશ ભુડિયા, આફ્રિકાથી કોન્ટ્રાક્ટર લક્ષ્મણ ભીમજી રાઘવાણી, યુ.કે. લેવા પટેલ કોમ્યુનિટી ટ્રસ્ટી હેરી હીરાણી અને નારાણ કણબી, એલ્ડોરેટથી રામજી દેવજી વેકરીયા, કાનજી કરશન હીરાણી (પર્થ), મનજી વરસાણી (સીડની) સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.