ઇતિહાસ પર નજર ફેરવતાં જણાય છે કે ૧૬૦૫માં આ પ્રદેશનું નામ ભૂજ પડ્યું હતું. શહેરની બાજુમાં આવેલા ભૂજિયા ડુંગર પરથી નગરનું નામ ભૂજ પડ્યાનું કહેવાય છે. અન્ય માન્યતા એવી છે કે, આ નગરની રચના કરનાર રાવ ખેંગારજીએ પોતાના પુત્ર ભોજરાજના નામ પરથી નગરનું નામ ભૂજ રાખ્યું હતું. દરબાર ગઢમાં ખીલી રોપીને નગરની સ્થાપના કરાઇ હોવાનું મનાય છે એટલે દર વર્ષે સ્થાપના દિને ખીલીનું ખાસ પૂજન કરાય છે. ભૂજમાં આ નિમિત્તે વિવિધ સ્થળોએ સુશોભન, કેક-કટિંગ, નેતાઓની પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ, ભૂજનાં દૃશ્યો દોરવાની સ્પર્ધા યોજાઇ હતી. ભૂજના જન્મદિને યોજાયેલા અનેક કાર્યક્રમોમાં નગરજનો ઉત્સાહભેર ‘મુંજો ભૂજ’... ‘અસાંજો ભૂજ’ના નારા લગાવતા જોવા મળતા હતા.