ભૂજની કન્યાએ બપોરે પરીક્ષા આપીઃ સાંજે લગ્નના ફેરા લીધાં

Wednesday 20th December 2017 05:48 EST
 

ભૂજઃ ભૂજની કવિતા સલાટ બીએડના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીના કારણે બીએડના પ્રથમ વર્ષની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા પાછી ઠેલવામાં આવી હતી. કમ્પ્યુટર વિષયનું તેનું છેલ્લું પેપર તેના લગ્નના દિવસે જ હતું. પહેલાં આ પેપર આપવું કે નહીં એ બાબતે તેને મૂંઝવણ હતી, પણ પરિવાર અને સાસરિયાઓનો સાથ સહકાર મળતાં તેણે નિર્ણય લીધો કે તે આ પરીક્ષા જરૂર આપશે.
કવિતાની પરીક્ષાને કારણે લગ્નની વિધિ પણ એ જ દિવસે સાંજે થોડી મોડી શરૂ કરવા માટે પણ બન્ને પક્ષના પરિવાર સહમત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter