મહિલાને પંખે લટકાવીને જેઠે પોતાની માતાને વીડિયો કોલ કર્યો!

Monday 15th February 2021 05:17 EST
 

ગાંધીધામ: રાપર તાલુકાના ખાંડેલમાં ૧૨મી ફેબ્રુઆરીએ એક ઘૃણાસ્પદ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. હિંમતનગરની અને ખાંડેલમાં રહેતી પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના લગ્નને છ વર્ષ થયાં છે અને સંતાનમાં એક પુત્રી છે. દીકરી દિવાળી પછી પીડિતાના માતા-પિતા સાથે હિંમતનગરમાં રહે છે. પતિ આણંદના વિદ્યાનગરમાં અલગ રહે છે. ૧૨મી ફેબ્રુઆરીની રાત્રે પીડિતા ખાંડેલમાં ઘરે એકલી હતી અને પુત્રી સાથે ફોન પર વાત કરતી હતી તે જ સમયે તેના જેઠે ધસી આવીને કહ્યું કે, કોની સાથે વાત કરે છે? મહિલાએ દીકરી સાથે વાત કરવાનુ઼ં કહ્યા બાદ જેઠે ફોન ઝૂંટવીને દરવાજો બંધ કર્યો. જેઠે પીડિતાના બંને હાથ દુપટાથી બાંધ્યા અને તેને પંખે લટકાવી દીધી અને પોતાની માતાને વીડિયો કોલ કરીને વહુની હાલત દેખાડી હતી.
સાસુએ વીડિયો કોલમાં કહ્યું કે, આને પતાવી નાંખજે નહીં તો એ આપણને મારી નાંખશે. સાસુએ આટલું કહ્યા બાદ ફોન કટ થયો હતો અને જેઠે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.
જોકે ગમે તેમ કરીને છુટકારો મેળવવામાં સફળ રહેલી મહિલાએ જણાવ્યું કે, દુષ્કર્મ આચર્યા બાદ જેઠે કહ્યું હતું કે, હું તને છોડીશ નહીં. એ પછી પુત્રી અને તેના પિતાના સમ ખવડાવીને જેઠ ભાગી ગયા હતા. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં ગહન તપાસ આદરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter