માંડવીના પૂર્વ નગરપતિ અને સેવાભાવી નાગરિક વસંતભાઈ સી. દોશીનું ૭ જુલાઇએ નિધન થતાં જૈન સમાજ સહિત પંથકમાં શોક વ્યાપ્યો છે. વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ. વસંતભાઈ મોટી ઉંમરે પણ સેવાકાર્યોમાં પ્રવૃત્ત હતા. તેઓ ઇ.સ. ૧૯૮૦થી ૮૨ સુધી નગરપાલિકા પ્રમુખપદે હતા અને ક્લોથ મર્ચન્ટસ એસો.ના પ્રમુખ તરીકે ૩૦ વર્ષ સુધી સેવા આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના પણ વસંતભાઈએ જ કરી હતી.
ડિજિટલ ઇન્ડિયામાં કચ્છના ત્રણ તાલુકા પસંદગીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી ‘ડિજિટલ ઇન્ડિયા’ યોજનાનો લાભ કચ્છ જિલ્લાને પણ લાભ મળશે. પ્રથમ તબક્કે કચ્છના ત્રણ તાલુકાની ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ઓપ્ટિકલ ફાઇબરથી જોડવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રો કહે છે કે, કચ્છના ૯૫૦ ગામોને જોડતી ૬૧૫ ગ્રામ પંચાયતોને ડિજિટલ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે પરંતુ પ્રથમ તબક્કે ભૂજ, માંડવી અને મુન્દ્રા આ ત્રણ તાલુકાની પસંદગી થઇ છે. જે કામગીરી ભારત બ્રોડબેન્ડ નિગમને સોંપાઇ છે.