માંડવીમાં ફરતાં સૈફઅલી ખાનને જોવા લોકોની ભીડ જામી

Wednesday 28th November 2018 06:19 EST
 
 

માંડવી: કચ્છના માંડવીમાં ૨૩મીએ સૈફઅલી ખાને પોતાની વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ સિઝન-૨’નું શૂટિંગ કર્યું હતું. સવારે માંડવી આવી પહોંચેલા સૈફે શહેરના ઐતિહાસિક પુલ, નવા સ્વામીનારાયણ મંદિર થઈ બંદર રોડ પર આવેલા વિનાયક ગેસ્ટ હાઉસ પાસે શૂટિંગ પૂરું કર્યા પછી દરિયામાં સાત બોટોમાં શૂટિંગ કર્યું હતું. તેણે અહીંના દરિયાકિનારાની પ્રશંસા કરી હતી. સૈફ ઘાયલ અવસ્થામાં, પાટાપિંડી સાથે મેડિકલ સ્ટોરમાં દવા લેતો હોય તેવા દૃશ્યો શૂટ કરાયા હતાં. આ શૂટિંગના પગલે શહેરભરમાં દરેક જગ્યાએ સૈફ અને અન્ય કલાકારોને જોવા લોકોએ પડાપડી કરી હતી. જેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
સિરીઝના ડાયરેક્ટર વિશાલ જૈને જણાવ્યું હતું કે, ૮૦ જેટલા કલાકારો સાથે માત્ર એક દિવસ માટે કચ્છમાં શૂટિંગનું શિડ્યુલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter