માધાપરઃ ગુજરાત સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ. આઠ કરોડની સ્વતંત્ર પાણી યોજનાનું ગત સપ્તાહે લોકાર્પણ થયું હતું. નર્મદાનું પાણી શુદ્ધ કરવા ફિલ્ટર પ્લાન્ટ, વાસ્મો પાણી યોજના તેમ જ માધાપરથી ભૂજોડી એપ્રોચ રોડનું લોકાર્પણ, માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન, જૂનાવાસ ગામની વેબસાઇટનું લોન્ચિંગ, ભૂજ શહેર, તાલુકા અને નખત્રાણાના ૧૯ કૌશલ્યવર્ધન કેન્દ્રનો શુભારંભ કાર્યક્રમ પ્રા.આ. કેન્દ્ર ખાતે કચ્છના પ્રભારી પ્રધાન શંકરભાઇ ચૌધરીના હસ્તે યોજાયો હતો.