મુંદરા: શહેરમાં સ્વામીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત પારાયણ જ્ઞાનયજ્ઞ પ્રસંગે વિશાળ શોભાયાત્રા પાંચમી ડિસેમ્બરે બારોઈ રોડ પર કાઢવામાં આવી હતી. બેન્ડ બાજા સાથે નીકળેલી આ શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન સ્વામીનારાયણની મૂર્તિ બિરાજી હતી અને સંતો અને દાતા પરિવારના આગેવાનો યાત્રામાં જોડાયા હતા. પોથીયાત્રાની સમાપ્તિ નૂતન મંદિરે થઈ હતી. નૂતન મંદિર ઉપર ભવ્ય રોશની કરવામાં આવી હતી અને જ્યારે બારોઈ રોડને પણ લાઇટ ડેકોરેશનથી ઝળાહળા કરાયો હતો. સમગ્ર મંદિર પરિસર વિશાળ મંડપ, ભવ્ય પ્રવેશદ્વાર સહિત શોભાયમાન હતું.
ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કોઠારી રામજી દેવજી વેકરિયા તથા મુખ્ય યજમાન રવજીભાઇ ગોવિંદભાઇ વરસાણી પરિવાર સ્થાનિકે આવીને ધર્મ મહોત્સવમાં ભાગ લીધો હતો.