મુંબઈ: મુંબઈથી આશાપુરા મિત્ર મંડળથી માતાના મઢ તરફ જતા ૧૧૧ સાઇકલ યાત્રીઓને વિદાય આપવાનો કાર્યક્રમ ભવ્ય રીતે રવિવારે સાંજે યોજાયો હતો. આ પ્રસંગે હરિસાહેબ હિંગરિયા, હિંદમાતા આશ્રમના મહંત કલ્યાણદાસજી, કમળામા (ભાડિયા), ભીમસેન જોશી ઉપરાંત અતુલ જૈન સહિતની હાજરીમાં ચેતન ભાનુશાળીએ પ્રમુખપદેથી સાઈકલ યાત્રીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. હિંદમાતા સંસ્થાના પ્રમુખ દિનેશ ત્રિવેદીએ મહેમાનોનું સ્વાગત કરીને સાઇકલયાત્રીઓને શુભેચ્છા આપી હતી. સંસ્થાના પ્રધાન વિક્રમસિંહ જાડેજાએ કહ્યું કે દરેક સાઇકલયાત્રીનો રૂ. બે લાખનો વીમો કઢાવ્યો છે. દરેક પ્રકારની સુવિધા અપાઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, દાતાઓના સહયોગથી ૩૩ વર્ષથી આ આયોજન કરાય છે. બે સાઇકલયાત્રીથી શરૂઆત થઇ હતી. આ કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડા દ્વારા કરવામાં આવ્યું હતું.