મુંદ્રાઃ કચ્છમાં આવેલા મુન્દ્રામાં પોલીસે અદાણી પોર્ટ સ્થિત સીએફસના એક ગોડાઉનમાંથી બે કન્ટેનર ભરી ચાર લાખ થ્રિ લેયર માસ્કનો જથ્થો પણ તાજેતરમાં પકડ્યો હોવાના અહેવાલ છે. આ જથ્થો જાપાનની એક પાર્ટી પાસેથી આયાત કરાયો હતો, પરંતુ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઇને જાપાને સંપૂર્ણ જથ્થો પરત મંગાવ્યો હતો. બીજી બાજુ જનજીવન ઠપ્પ હોવાથી માસ્કનો જથ્થો ગોડાઉનમાં જ રહી ગયો હતો. પોલીસને બાતમી મળતા તેણે સરકારી પોલીસીને અનુલક્ષીને ક્લેક્ટરને જાણ કર્યા બાદ જથ્થો હસ્તગત કર્યો હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.