ભુજઃ કચ્છી ઓશવાલ જૈન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા - કેનેડા (કો જના)ના ઉપક્રમે ૧૫મી જુલાઈએ યોજાનારા દ્વિવાર્ષિક સંમેલનમાં જ્યોતિ ધરોડ – ગાલા (સાડઉ)ને સાયન્સ અને હેલ્થકેરના એવોર્ડ એનાયત કરાશે. તેઓ અમેરિકન બોર્ડ સર્ટિફાઇડ કાર્ડિયોવાસ્કયુલર પરફ્યુઝનિષ્ટ છે. જ્યોતિબહેન છેલ્લા ૨૪ વર્ષથી સ્પેશિયલ હેલ્થ કેરના વ્યવસાયમાં છે. ઓપન હાર્ટ સર્જરી અને આઈસીયુમાં આ પ્રકિયા મહત્ત્વની ગણાય છે. જ્યોતિબહેન હૃદય, ફેફસાં અને નોર્મલ ફિઝિયોલોજીનાં વિવિધ પાસાંમાં નિષ્ણાત છે. આ અંગેની સારવારમાં નાની સરખી ભૂલ દર્દીનો જીવ લઈ શકે છે.
જ્યોતિબહેન કહે છે કે, મારાં જીવનમાં બનેલી બે ઘટનાઓએ જીવનની દિશા બદલી નાંખી. પ્રથમ ઘટના ૧૯૯૮માં બની. મોટી બહેન જયાબહેન ધરોડને હૃદયની બીમારી હોવાની ખબર પડી હતી. જે મને પરફ્યુઝનિસ્ટ બનાવવામાં નિમિત્ત બની. બીજી ઘટના ૨૦૦૩માં બની. હું ડો. નીતુ માંડકેના હાથ નીચે કામ કરતી હતી. ડો. માંડકેનું નિધન થયું ને યુએસ જવાનું થયું અને ત્યાં અમેકન બોર્ડ અંતર્ગત એક્મો થેરપિસ્ટનો અભ્યાસ કર્યો. અત્યારે જ્યોતિબહેન એડવાન્સ લાઇફ સેવિંગ ટેકનોલોજીમાં કામ કરે છે.