ભુજઃ કચ્છ તેની હસ્તકળા અને ખાણીપીણી માટે વિશ્વભરમાં વખણાય છે. આ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થાય તે માટે રણોત્સવમાં ક્રાફટ સ્ટોલ તથા ખાણીપીણી માટેના ફૂડ સ્ટોલનું બજાર ટેન્ટસિટી પાસે ઉભી કરાશે. કચ્છી હસ્તકળાને અને તેના કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે ક્રાફટ સ્ટોલ માટે દૈનિક ભાડું માત્ર રૂ. ૧૦૦ અને ફૂડ સ્ટોલ માટેનું દૈનિક ભાડું માત્ર રૂ. ૨૦૦ રખાયું છે.