ભુજઃ કચ્છથી કિરિયાન્ગા ૬૨ વર્ષના ઇતિહાસની ગાથામાં નૈરોબી લંગાટા ખાતે કચ્છ પ્રાંતમાં નિર્માણ પામેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના ઉત્સવના પ્રસંગે ૧૭મી જુલાઈએ યોજાયેલા રક્તદાન મહોત્સવમાં ૨૭૪ બોટલ એકત્ર થઇ હતી. બીજી બાજુ ભુજ મંદિરેથી ૪૦ સંતોએ ૧૮મી જુલાઈએ પ્રસ્થાન કર્યું હતું.
સ.ગુ. શ્રી વલ્લભદાસજી સ્વામી સ્થાપિત, શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામિ સંવર્ધિત સ્વામિનારાયણના મૂળ સંપ્રદાયના સંતો કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ઉત્સવના વચ્ચે લંગાટા કચ્છ પ્રાંત રક્તદાન મહોત્સવમાં હાજર હતા. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી, પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને કોઠારી પાર્ષદ જાદવજી ભગતની પ્રેરણા-આશીર્વાદથી છેલ્લા બે વર્ષથી સેવાકાર્યોની યાત્રા અવિરત રહી હોવાનું મંત્રી નારાણભાઇ ગોરસિયાએ જણાવ્યું હતું.
પ્રમુખ પરબતભાઇ વેકરિયા, ઉપપ્રમુખ હીરજી ખીમજી શિયાણીનાં માર્ગદર્શન હેઠળ રક્તની ૨૭૪ બોટલ એકત્ર કરાઈને જરૂરિયાતમંદ દર્દીઓને અપાઇ હતી. ભુજ મંદિરથી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી દિવ્યસ્વરૂપદાસજી સ્વામીએ આ પ્રસંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત લંગાટા મહોત્સવ માટે ભુજના ૪૦ સંતોએ નૈરોબી પ્રસ્થાન કર્યું હતું.