ભૂજઃ લંડનથી માંડવી આવેલા ૩૭ વર્ષીય NRI યુવકમાં યુકે સ્ટ્રેન માલૂમ પડતાં તંત્ર દોડતું થયું છે અને લોકોમાં ભય ફેલાયો છે. પૂણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોસોજીના રિપોર્ટમાં યુવકમાં કોરોનાનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ હતી. આ યુવક હાલમાં એન્કરવાલા સાધનામાં ક્વોરેન્ટાઈન છે.
બ્રિટનથી આવલું ભૂજ તાલુકાના એક ગામનું દંપતી પણ કોરોના પોઝિટિવ જણાતા તેને ક્વોરેન્ટાઈન કરાયું છે. જોકે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તેમાં નવો સ્ટ્રેન જણાયો નથી. ભુજ તાલુકાનું દંપતી ગડા પાટિયા પાસેના કેન્દ્રમાં ક્વોરેન્ટાઈન છે.
આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, પ્રોટોકોલ મુજબ ૩૧ ડિસેમ્બરે સેમ્પલ લઈને પૂણેની લેબમાં મોકલ્યું હતું.
યુવકના સંપર્કમાં આવેલા ૧૦ લોકોને પણ ક્વોરેન્ટાઈન કરાયા હતા. યુવકની તબિયત હાલ સ્થિર છે.