ભુજઃ ઈચ્છુકો તેમને મનપસંદ નૃત્ય શીખી શકે તે હેતુથી ૨૭મી માર્ચના રોજ ભુજમાં એક દિવસીય નિઃશુલ્ક નૃત્ય સેમિનાર સહયોગ હોલમાં યોજાયો હતો. આ સેમિનારમાં આશરે ૧૩૭ યુવક-યુવતીઓ જોડાયા હતા.
લંડનમાં રહેતી મૂળ કેરાની કોરિયાગ્રાફર કોમલ રાબડિયાએ આ નિઃશુલ્ક નૃત્ય તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું અને કચ્છભરમાંથી ૭થી ૪૦ વર્ષના યુવક-યુવતીઓ શિબિરમાં જોડાયા હતા. શાસ્ત્રીય, પાશ્ચાત્ય, બોલિવૂડ સ્ટેપ્સથી લઈને બ્રિટિશ કેમ્પ્રી, અમેરિકન પોપ અને હિન્દુસ્તાની નૃત્યોના સંગમની તાલીમ તેણે શિબિરાર્થીઓને આપી હતી.