લગ્નજીવનમાં મંગળદોષ નડતો નથી

Tuesday 06th October 2015 13:00 EDT
 

ભૂજઃ કચ્છ જ્યોતિષ મંડળના ૩૪મા વર્ષ પ્રવેશ નિમિત્તે અહીંની કચ્છી શ્રીમાળી દશા જૈન વણિક વાડી ખાતે ગત સપ્તાહે એક દિવસીય કાર્યક્રમમાં ‘લગ્નની સમસ્યાઓ જયોતિષની નજરે’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. લગ્નજીવનની સળગતી સમસ્યા પર હસ્તરેખાની ભૂમિકા પર પ્રમુખ ચેતન ખત્રી, અષ્ટકૂટ, રાશિ તત્ત્વમેળ અને પ્રશ્ન કુંડળી પર ઉર્મિલ શુક્લ, જ્યોતિષ વિદ્યામંદિરના પ્રમુખ કેતન પોપટે પ્રવચનમાં કહ્યું કે, લગ્ન એકબીજાન ઓગાળી નાખવાની ક્રિયા છે. આંતરચક્ષુથી પાત્રની ક્ષમતા બતાવે છે ‘જ્યોતિષ શાસ્ત્ર’ એ જવાબદાર વિષય છે, પરંતુ સહિયારા અભ્યાસના કારણે વિભાજાતીય આકર્ષણ ઊભુ થયું છે. જે થોડા સમય બાદ નિષ્ફળ જાય કે આવનારા સમયમાં આ સમસ્યા હજુ વધવાની છે. મંગળપ્રધાન જાતકને ગભરાવવાની જરૂર નથી. મંગળ તો પ્રેમ અને લાગણી પ્રદાન કરે છે. લગ્નજીવનમાં મંગળદોષ અને નાડી દોષ અગત્યનો ભાગ ભજવે છે એવું માનવાની જરૂર નથી, અરસપરસ ગ્રહોની પરિસ્થિતિ પર આધાર છે.

હેમંત શાહે જ્યોતિષના શાસ્ત્રોક્ત મુદ્દા સમજાવતાં કહ્યું કે, નકારાત્મકતા આપતા ગ્રહો બગડેલી વાણી અને ભોજનના અસંયમના કારણે જીવન વ્યવહાર પર માઠી અસર થાય છે. ચંદ્ર જ્યારે પાપ ગ્રહથી દુષિત થાય ત્યારે લગ્નજીવનમાં સમસ્યા ઊભી થાય છે. આથી મનો તાલમેલ મળતો નથી.

મસ્કતમાં ગુજરાતી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોઃ મસ્કતમાં ગુજરાતી સમાજ દ્વારા ૮થી ૧૦ ઓકટોબર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં ભારત-વિદેશથી નામાંકિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે એવું સંસ્થાપક ચંદ્રકાન્ત ચોથાણી અને પ્રમુખ અરવિંદ ટોપરાણીએ જણાવ્યું હતું. આ અંગે રાજેન્દ્ર વેદ તથા દિનેશ પવાણીએ જણાવ્યું કે, ૮ ઓક્ટોબરે ગુજરાતથી આવનારા નીલેશ ગઢવી, વિજય રાવલ તથા સાથીદારોનો ડાયરો અને હાસ્ય દરબાર યોજાશે. ૯મીએ ચેતન જેઠવા દ્વારા રાસ-ગરબા અને લોકનૃત્યનો કાર્યક્રમ યોજાશે, જેમની ૧૫લોકોની ટીમ ગુજરાતથી આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter