ભુજ: માંડ પ્રધાનપદ બચાવી શકવામાં સફળ રહેલા વાસણ આહિરે વધુ એક છબરડો માર્યો છે. બિદડામાં કૃષિમેળામાં આહિર અને માંડવી તાલુકા ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની સાથે પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીને પણ શ્રદ્ધાંજલિ આપી દીધી હતી! બેદરકારની હદ તો ત્યારે થઇ જ્યારે ખુદ માહિતી ખાતાએ પણ કાર્યક્રમમાં અરુણ જેટલીને મૃત જાહેર કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હોવાની યાદી પણ બહાર પાડી દીધી હતી.