મુંબઈઃ આરોગ્ય ક્ષેત્રે ૩૫ વર્ષથી અવિરત સેવા આપવા બદલ બિદડા સર્વોદય ટ્રસ્ટના અધ્યક્ષ અને કો-જૈનાના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ધારશી છેડાને આરોગ્ય ક્ષેત્રે સેવાઓ, નેત્રદાન માટે પ્રોત્સાહન તેમજ મેડિકલ સર્જિકલ કેમ્પોમાં દર્દીઓને આર્થિક મદદ તેમજ વિવિધ સંસ્થાઓમાં યોગદાન બદલ અમેરિકામાં અમેરિકન સોસાયટી ઓફ ક્વોલિટીના ચેરપર્સન પેટ્રીસિયા લા બોન્ડેના હસ્તે ૧૫મી મેએ હચન્સ એવોર્ડ અર્પણ કરાયો હતો.