અંજાર/ગાંધીધામઃ શંભુ ડાંગરની ઓરડીમાં રહેતો રમણ રાણા રીમા વિશ્રામભાઈ અને હેતલ કોળી સાથે પ્રેમસંબંધ બાંધવા માગતો હતો. શૈલેન્દ્ર સાહેદ હેતલને રમણ હેરાન કરતો હતો તે જોઈ ગયો અને શંભુ અને શૈલેન્દ્રએ રમણને લાફો મારીને ઓરડી ખાલી કરવા કહ્યું. બંને સાથે વેર રાખીને રમણે બંનેને મારી નાંખવાનો કારસો ઘડ્યો. તેના પ્લાનમાં સંતોષકુમાર માલવી અને શિવા સિંઘને સામેલ કરીને ત્રણેયે શંભુની છરીના ઘા મારીને હત્યા કરી હતી. શૈલેન્દ્ર ન આવતાં તેને પણ વારંવાર ધમકી અપાઈ હતી. આ કેસમાં ત્રણેયને કસૂરવાર ઠેરવીને કોર્ટે રમણ ડાયા રાણા, સંતોષકુમાર શ્રીરામસિંઘ માલવી અને શિવાસિંઘને આજીવન કેદ ફટકારી છે.