ભૂજ/માંડવી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલિ અને કેટલાક મિત્રો સાથે હવાઈ માર્ગે તાજેતરમાં ભૂજ આવી પહોંચ્યા હતા. તેમણે સપરિવાર માંડવીની બજારોમાં કચ્છી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. લોકો સાથે ફોટોસેશન પણ કર્યું હતું. આ સાથે કચ્છના ઉભરતા ક્રિકેટરો માટે પણ સ્થાનિક આગેવાનને ટીપ્સ આપી હતી. ક્રિકેટરની એક ઝલક મેળવવા મોટીસંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડયા હતા. તેંડુલકર રોડ માર્ગે માંડવી ખાનગી રિસોર્ટમાં પહોંચ્યા હતા. એ પછી સપરિવાર શહેરની બજારોની મુલાકાત લીધી હતી તો સ્થાનિક હેન્ડિક્રાફટની દુકાનમાંથી કચ્છી પહેરવેશની ખરીદી અંજલિએ કરી હતી.
દંપતીએ પરંપરાગત પહેરવેશમાં દુકાનદારો તથા પ્રવાસીઓ સાથે ફોટોસેશન કરાવ્યું હતું. સચિને માંડવી બીચ પરના વિજય
વિલાસ પેલેસની પણ મુલાકાત લીધી હતી.