સમૂહ ભાગવતમાં શહીદોની પોથીને ભાવથી નમન

Wednesday 24th April 2019 07:51 EDT
 
 

કેરા: સર્વ પ્રિયજનની સ્મૃતિમાં ભુજ સ્વામીનારાયણ મંદિર દ્વારા સમૂહ ભાગવત કથા યોજવામાં આવી હતી. આ પ્રસંગમાં ફેબ્રુઆરી, ૨૦૧૯માં પુલવામામાં શહીદોની પોથીનું આયોજન હતું અને પોથીએ હજારો શિશ નમ્યા હતા. આશરે ૪૮૧ પોથીઓ સાથે ભુજ મંદિર આયોજિત છઠ્ઠી સમૂહ ભાગવત કથામાં સંપ્રદાય આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની પધરામણી પણ થઇ હતી અને તેમણે પણ પોથીને નમન કર્યાં હતાં. સમૂહ ભાગવત પિતૃઓના મોક્ષાર્થે યોજાય છે. સંતાનોએ પોતાના અક્ષરવાસી માવિત્રોના સ્મરણમાં આ ઉત્તમ કાર્ય કર્યું છે તેમ જણાવતાં આચાર્યએ કહ્યું કે, નરનારાયણદેવનો અખંડ આશરો હોય તેને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. જો બાળકો આ રીતે ઉમદા ધાર્મિક કાર્ય કરતા રહે તો સ્વામીનારાયણ સંપ્રદાયમાં કોઇ પિતૃ ભટકે જ નહીં તેવું તેમણે કહ્યું હતું.
વડીલ સંત પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી નારાયણમુનિદાસજી સ્વામીએ પણ લોકોને આશીર્વાદ આપ્યા હતા. મહંત સ્વામી ધર્મનંદનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે કંપાલાથી જય સ્વામીનારાયણ પાઠવ્યા હતા. શબ્દ સંકલન શાસ્ત્રી ઉત્તમચરણદાસજી સ્વામીએ કર્યું હતું. શાસ્ત્રી દિવ્યસ્વરૂપ સ્વામી, શાસ્ત્રી પુરુષોત્તમસ્વરૂપ સ્વામી, શાસ્ત્રી ધર્મપ્રસાદ સ્વામી આદિ સંતો, મંદિરના કોઠારી રામજીભાઇ દેવજી વેકરિયા, ઉપકોઠારી મૂરજીભાઇ કરસન સિયાણી, શશીકાંતભાઇ ઠક્કર, જાદવજીભાઇ ગોરસિયા, લક્ષ્મણભાઇ હીરાણી સહિતના ટ્રસ્ટી મંડળે પ્રસંગ માટે ભારે જહેમત ઉઠાવી હતી. ભુજ સમાજ પ્રમુખ હરિભાઇ હાલાઇ, ગોપાલભાઇ ગોરસિયા, કે. કે. હીરાણી, અરજણભાઇ પિંડોરિયા સહિત મહાનુભવો પ્રસંગે હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter