ભુજઃ સિરક્રીકમાં ભારતીય ૧૦૮મી બટાલિયન ૧૯મી ડિસેમ્બરે સાંજે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસી આવી હતી. ભારતીય સીમ સુરક્ષા દળે આ ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી લીધો હતો અને અન્ય ઘૂસણખોરો નાસી છૂટયાનું અનુમાન છે. ઝડપાયેલા માણસની પૂછપરછ ચાલે છે. ઝડપાયેલો માણસ શાહબંદરનો ૩પ વર્ષીય ખાલીદ હુસૈન હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારીના સાધનો સિવાય કાંઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.