સ્વર્ગસ્થ પતિની સ્મૃતિમાં હોસ્પિટલને ડાયાલિસીસ મશીનનું દાન

Wednesday 27th June 2018 07:59 EDT
 

ભુજઃ માધાપર લાયન્સ કલબનાં સભ્ય રીટાબહેન છાટપારે તેમના સ્વર્ગસ્થ પતિ ડો. દિલીપભાઈની ૬૧મી જન્મજયંતી નિમિત્તે ભુજની સાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસીસ મશીન તથા તેને લગતાં અન્ય ઉપકરણો ખરીદવા માટે રૂ. સાડા સાત લાખનું દાન તાજેતરમાં કર્યું હતું. રીટાબહેન શૈક્ષણિક કાર્ય કરીને આજીવિકા મેળવે છે તેમણે જીવનની બચત મૂડીમાંથી સ્વ. પતિની યાદમાં આ દાન સમાજસેવા માટે અર્પણ કર્યું હતું. ડો. દિલીપભાઇ નારાણદાસ છાટપાર કચ્છ ડેરીમાં વેટરનરી ઓફિસર તરીકે સેવા આપતા હતા અને તેમનું નાની ઉંમરે અવસાન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter