ભુજઃ કચ્છની પરંપરાગત હસ્તકળાના વિખ્યાત કારીગર, શ્ર્રુજનના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ રોલેક્સ એવોર્ડ હાંસલ કરીને એ પુરસ્કારની રકમ પણ કચ્છની હસ્તકલા-કારીગરી માટે અર્પણ કરનારા ચંદાબહેન કાંતિસેન શ્રોફ (કાકી)નું ૨૩ ઓગષ્ટે ૮૦ વર્ષની વયે અવસાન થયું હતું.
ગ્રામ ઉત્થાનના પ્રણેતા કાંતિસેન શ્રોફના ધર્મપત્ની અને શ્રુજનના મેનેજિંગ ટ્રસ્ટી તથા વીઆરટીઆઈ માંડવીના ટ્રસ્ટી ચંદાબહેનને છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતના પગલે સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. ત્યાં તેઓને આજે ૨૩મીએ અંતિ શ્વાસ લીધા હતા. સદગતના અંતિમ સમયે કાંતિસેન શ્રોફ તેમના સંતાનો કિરીટભાઈ, દીપેશભાઈ અમીબહેન અને પરિવારજનો દાયકાઓ ઉપરાંત સમયથી અનેક વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે કચ્છની હસ્તકલા કારીગરીની જાળવણી, સંવર્ધન અને વિકાસ ક્ષેત્રે તેઓએ જે પ્રદાન આપ્યું છે તે અતુલ્ય છે.