કેરા (ભૂજ): ખોજા શિયા ઇશ્ના અશરી જમાતના પ્રમુખ રજબલી ગુલામ હુસેનની એક યાદી મુજબ ગુલામઅલી શાહપીરની દરગાહના મેદાનમાં અઝાદરાને હઝરતે ઇમામે હુસેન આગ પર ચાલીને પરીક્ષાઓ આપી હતી. તેમની યાદમાં કેરામાં મુસ્લિમ ખોજા શિયા ઇશ્ના અશરી જમામ આયોજિત માતમમાં પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ‘અગ્નિપથ’ બનાવવામાં આવ્યો હતો અને સેંકડો આસ્થાળુઓ ખુલ્લા પગે આ રસ્તે ચાલ્યા હતા. ૪૨ વર્ષથી ચાલતી આ રસમ મુજબ કરબલાના શહીદોની યાદમાં ખુલ્લા સળગતા કોલસા ઉપર ખુલ્લા પગે ચાલવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આજુબાજુના ગામ વિસ્તારમાંથી ઉમટેલા લોકોએ કેરાની તકરીરમાં ભાગ લીધો હતો. ‘આગ પર માતમ’ નામથી યોજાતો આ માતમ
સમગ્ર કચ્છના હિન્દુ-મુસ્લિમ બિરાદરો માટે આકર્ષણ સમાન બની રહે છે.