‘સૃજન’ને મળ્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

Wednesday 01st November 2017 10:46 EDT
 

ભૂજ: હસ્તકળા ક્ષેત્રે સતત કાર્યરત અને સમગ્ર વિશ્વમાં પોતાનું નેટવર્ક અને સભ્યો ધરાવતી કચ્છની જાણીતી સંસ્થા સૃજનને ‘ઓર્ગેનાઇઝેશન ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ ક્રાફ્ટ સેક્ટર ફોર ધી યર-૨૦૧૭’ માટેનો ઇન્ટરનેશનલ ક્રાફ્ટ એવોર્ડ (આંતરરાષ્ટ્રીય શિલ્પ પુરસ્કાર)-૨૦૧૭ પ્રદાન કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસના કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીના હસ્તે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં અર્પમકરવામાં આવ્યો હતો. સૃજનના મેનેજિંગ ટ્રસ્ટી અને સ્વ. ચંદાબહેન શ્રોફે કંડારેલી કેડી પર ઉત્સાહભેર આગળ વધી રહેલાં તેમનાં પુત્રી અમીબહેન શ્રોફ દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ એશિયા પેસિફિક રિજિયનના પ્રેસિડેન્ટ ડો. ઘડા હિઝાવી કદુમી, પદ્મશ્રી લૈલા તયબજી, પદ્મશ્રી એસ. સાકિરઅલી,
ડો. હિમાદ્રી ઘોષ, મનીષા ઝા, જે. નિરંજન, ડો. ફાતિમા સૈકલે, પ્રો. આફતાબ ઘરડા વગેરે જેવી અનેક નામાંકિત હસ્તીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી. ઇન્ટરનેશનલ ક્રાફ્ટ એવોર્ડની શરૂઆત આ વર્ષે જ એટલે કે ૨૦૧૭થી કરવામાં આવી છે. સૃજન ૪૮ વર્ષોથી ગ્રામીણ બહેનોને હસ્તકલા સ્વરોજગારી ક્ષેત્રે પગભર બનાવે છે અને દુનિયાભરને કચ્છની વિવિધ જાતિઓના અદભુત અને અનન્ય, બેજોડ ભરતકામથી વાકેફ કરાવનાર સૃજનના સ્થાપક અને સર્વેસર્વા સ્વ. ચંદાબેન શ્રોફને જાય છે. ત્યારે કાર્યને સતત ચાલુ રાખનાર કચ્છના વિવિધ ક્ષેત્રે વિકાસલક્ષી પ્રદાન કરનાર કાંતિસેન શ્રોફ, દિપેશભાઈ શ્રોફ તથા અમીબહેન શ્રોફે આ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી છે.
હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી અન્ય એક સંસ્થા ‘ખમીર’ને પણ આ માટેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter