ગુજરાતનાં જાણીતા ભજનિક હેમંતભાઇ ચૌહાણને હેરો ઇસ્ટના એમપી શ્રી બોબ બ્લેકમેનના હસ્તે અગ્રણી મહેમાનો અને સંગીતપ્રેમીઓની હાજરીમાં સંગીત ભૂષણ એવોર્ડ અર્પણ કરી સન્માન કરાયું હતું. કાર્યક્રમનાં મુખ્ય યજમાન હેરો ઇસ્ટનાં એમ.પી. શ્રી બોબ બ્લેકમેન હતાં અને આયોજક ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરનાં સંસ્થાપક રાજેશ પરમાર હતા. એમપી શ્રી બ્લેકમેને હેમંતભાઇ ચૌહાણ, તેમની સુપુત્રી ગીતા ચૌહાણનું પાર્લામેન્ટમાં ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. હેમંતભાઇએ પાર્લામેન્ટના હોલમાં ગુજરાતી ગરબા, ભજન પ્રસ્તુત કર્યા હતા.
0000000