૯૦૦ એકરથી મોટા વિસ્તારમાં આકાર લેનાર ગિફ્ટ એ આર્થિક સેવાઓ માટેનો એક પ્રકારનો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) છે અને તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપેલી છે. હાલ ૨૮ માળના બે ટાવર કાર્યરત થઇ ચૂક્યા છે.
ગત ફેબ્રુઆરી માસમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ડબલ્યુટીસીના સેન્ટર માટે એલોટમેન્ટ લેટર ઇશ્યૂ કરાયો હતો, તેમ કહી સૂત્રો ઉમેરી રહ્યા છે કે ન્યૂયોર્કના ડબલ્યુટીસીએના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એરિક દહલે ગિફ્ટ ખાતે ઊભા થનારા સેન્ટરમાં રૂ.૬૦૦ કરોડનું રોકાણ એસોસિયેશન દ્વારા થશે.