ગાંધીનગરઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નું વધી રહેલું મહત્ત્વ જોતાં રાજ્ય સરકારે ડીપ ટેક્નોલોજીને અગ્રતા આપવા ત્રણ મહત્ત્વના સમજૂતી કરાર કર્યાં છે. જેના ભાગરૂપે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવા માટે માઇક્રોસોફ્ટ સાથે કરાર કરાયા છે. એઆઇની ક્ષમતા વધુ સુદૃઢ કરવા નાસ્કોમ સાથે, જ્યારે આઇબીએમ અને સાયન્સ ટેકનોલોજી વિભાગ વચ્ચે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને ઇન્શ્યોરન્સ સેક્ટર માટે એઆઇ ક્લસ્ટર સ્થાપવા માટે સમજૂતીકરાર કરાયા હતા. 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને આગામી ત્રણ વર્ષમાં ડીપ ટેક્નોલોજી આધારિત કોર્સમાં તાલીમ પણ અપાશે.