અમદાવાદઃ ગુજરાતમાં 15.40 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કુલ 442 કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 620 મહિલાઓ સ્થાન ધરાવે છે. આ કંપનીઓમાં લોકોએ 3.52 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ભારત સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ, દેશની આવી 5091 કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં કુલ 6639 મહિલાઓ છે. બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સૌથી વધુ મહિલાઓની સંખ્યાના મામલે ગુજરાત ત્રીજા ક્રમે છે. મુંબઇની કંપનીઓમાં સૌથી વધુ 1649 મહિલા છે. આ તમામ કંપનીનું ટર્નઓવર 300 કરોડથી વધુ છે અને દરેક કંપનીએ 100 કરોડથી વધુ રૂપિયા શેરહોલ્ડર્સ (પેઇડ અપ કેપિટલ) પાસેથી ઉઘરાવ્યા છે. ગુજરાતમાં આવી 206 લિસ્ટેડ અને 293 અનલિસ્ટેડ કંપનીઓ છે. ગુજરાતમાં રજીસ્ટર્ડ થયેલી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં કુલ 2750 પુરુષો છે. દેશની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 27,482 પુરુષ સામેલ છે.
કંપની એક્ટ 2013 મુજબ, જે કંપનીએ 100 કરોડ રૂપિયા શેરહોલ્ડર્સથી મેળવ્યા હોય અને ટર્નઓવર 300 કરોડથી વધુ હોય તેના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક મહિલા હોવા જરૂરી છે.
મહિલા કંપની ટર્નઓવર
ઇશા અંબાણી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ - રૂ. 1.0 લાખ કરોડ
શ્વેતા તેઓટિઆ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ - રૂ. 69 હજાર કરોડ
દીપાલી શેઠ અદાણી વિલ્મર - રૂ. 55 હજાર કરોડ
ભૂમિ પટેલ આમ્રપાલી ઇન્ડસ્ટ્રીઝ - રૂ. 27 હજાર કરોડ
રિના દેસાઇ ગુજરાત સ્ટેટ પેટ્રો. કોર્પો. - રૂ. 27 હજાર કરોડ
રાધિકા હરિભક્તિ ટોરેન્ટ પાવર - રૂ. 20 હજાર કરોડ
અમીરા શાહ એસીસી લિમિટેડ - રૂ. 20 હજાર કરોડ
શેલિના પરીખ ઝાયડસ લાઇફ સાયન્સ - રૂ. 19 હજાર કરોડ
પૂર્વી શેઠ અંબુજા સિમેન્ટ - રૂ. 18 હજાર કરોડ
રેખા જૈન ગુજરાત ગેસ - રૂ. 17 હજાર કરોડ