અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રજાસત્તાક પર્વે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ તાપી જિલ્લામાં યોજાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. આ ઉજવણી દ્વારા દેશભક્તિનો માહોલ ઊભો કરવામાં આવશે અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ અપાશે.
આ ઉપરાંત રાજ્યના અન્ય મંત્રીઓ પણ વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠામાં, નાણામંત્રી કનુભાઈ દેસાઈ - વલસાડમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ - બનાસકાંઠામાં, કૃષિમંત્રી રાઘવજી પટેલ - રાજકોટમાં, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત - મહેસાણામાં, અન્ન નાગરિક પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળિયા - બોટાદમાં, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા - જામનગરમાં, શિક્ષણમંત્રી
ડો. કુબેરભાઈ ડિંડોર - ભાવનગરમાં, મહિલા અને બાળઆયોગ મંત્રી ભાનુબહેન બાબરિયા - અમદાવાદમાં
જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે.