ન્યૂ યોર્કઃ એક ગુજરાતી અમેરિકનને ઉતાવળમાં પાર્ક કરેલા ટ્રેકટર ટ્રેલરની નીચેથી પસાર થવું મોંઘુ પડયું હતું. રસ્તો ક્રોસ કરવા શોર્ટકટ લેવાનો પ્રયાસ કરતાં આખરે જીવ ખોવાનો વારો આવ્યો હતો. ન્યૂ બ્રસવિકની એ ઘટનામાં નીલ પટેલ વાહનની સાથે લગભગ દસ ફૂટ દૂર સુધી ઘસડાયો હતો અને ગંભીર ઘાયલ થતાં અંતે હોસ્પિટલમાં ગુજરી ગયો હતો.
પાંચમી ફેબ્રુઆરીએ રાત્રે સાડા નવ વાગે ૩૦ વર્ષના નીલ પટેલે રેલવે સ્ટેશન પાસેના રૂટ વન પાસે વુડિંગ એવેન્યુમાં પાર્ક કરેલા ટ્રેકટરની નીચેથી રસ્તા કાપવાનો પ્રયાસ કર્યો હતા.
ડ્રાઇવરને નીચેથી કોઇ પસાર થઇ રહ્યું છે તેની જાણ ના હોવાથી એણે વાહન ચલાવ્યું જેમાં પટેલ દસ ફૂટ દૂર સુધી ધસડાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના બંને પર પર વાહન ફરી મળ્યું હતું, એમ પોલીસે કહ્યું હતું.
ન્યૂ જર્સીના પ્રિન્સટનનો રહેવાસી નીલ પટેલ ગંભીર રીતે ઘાયલ થતાં તેને ન્યૂ બ્રુરન્સવીકમાં આવેલી રોબર્ટ વુડ જોન્સન યુનિ. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં અંતે તે ગુજરી ગયો હતો.