બોલિવૂડનો ફિટનેસ આઈડલ મિલિંદ સોમણ સોશિયલ મીડિયામાં પોતાના ફિટનેસ વીડિયોની સાથે કેટલાંક પર્સનલ એન્જોયમેન્ટની ક્લિપ શેર કરીને ટોકિંગ પોઈન્ટ બનતા હોય છે. હાલમાં તેઓ પત્ની અંકિતા કોંવર સાથે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યાો છે. જેમાં મિલિંદ સોમણ પત્ની અનિતાને બેસાડીને ગુજરાતનું પ્રાદેશિક ગ્રામીણ વાહન છકડો ચલાવતો જોવા મળી રહ્યાા છે. રંગબેરંગી છકડો ચાલી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં ‘શોલે’ ફિલ્મનું ગીત ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે...’ વાગી રહ્યું છે. આ વીડિયોના જવાબમાં કેટલાક ચાહકોએ એવી રસપ્રદ કોમેન્ટ કરી છે કે નવરાત્રિ સુધી ગુજરાતમાં રોકાઈ જાવ તો ઔર મજા આવશે... ઉલ્લેખનીય છે કે મિલિંદ સોમણ દંપતી છેલ્લા કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયામાં પોતાના ગુજરાત પ્રવાસની તસવીરો અને વીડિયો શેર કરીને મીડિયામાં ટોકિંગ પોઈન્ટ બની રહ્યાા છે. સોમવારે આ દંપતીએ પોરબંદર પ્રવાસ દરમિયાન બાપુના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાત લીધી હતી.