અમદાવાદઃ વિશ્વભરમાં વિવિધ પ્લાન્ટ્સ ધરાવતી જર્મનીની પ્લમ્બિંગ અને હિટિંગ ઈન્સ્ટોલેશન ટેક્નોલોજી ઉત્પાદક કંપની ‘વિગા’એ ગુજરાતમાં આવેલા સાણંદમાં ઉત્પાદન સુવિધા શરૂ કરી દીધી છે. ‘વિગા’ કંપનીએ અમદાવાદ નજીક આવેલા સાણંદમાં ૨૦ મિલિયન યુરો એટલે કે લગભગ રૂ. ૧૬૦ કરોડનું રોકાણ પણ કરી દીધું છે. આ કંપનીએ સ્થાપેલા પ્લાન્ટમાં લોજિસ્ટિક સેન્ટર, રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગ અને કસ્ટમર એક્સપિરિયન્સ સેન્ટરનો પણ સમાવેશ થાય છે. કંપનીએ સાણંદમાં ‘વિગા’ના નવા સ્થળે ફ્લોર ડ્રેઈન્સ અને ટોઈલેટ સિસ્ટમ્સનું ભારતીય માર્કેટ માટે હાલમાં ઉત્પાદન શરૂ કર્યું છે. ભારતીય બજાર બાદ કંપની વિદેશી બજારમાં નિકાસ કરવાની લાંબા ગાળાની યોજના ધરાવે છે.
‘વિગા ઈન્ડિયા’ના વાઈસ પ્રેસિડેન્ટ, સેલ્સ એન્ડ માર્કેટિંગ મનોજ મૈથાનીએ કહ્યું હતું કે, ‘કંપનીએ પોતાનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાણંદમાં થશે જેમાં ખાસ કરીને સ્થાનિક પ્રોડક્ટની આવશ્યક્ત પર ધ્યાન અપાશે. આ રીતે વિગાનો હેતુ ભારતમાં પ્લમ્બિંગ અને હિટિંગ ઈન્ડસ્ટ્રીઝને વેગ આપવાનો છે.