BRCના કામદારોને બાકી નાણાં ચૂકવવા આદેશઃ

Monday 18th May 2015 07:42 EDT
 

સુરતના ઉધનાસ્થિત બરોડા રેયોન કોર્પોરેશન (બીઆરસી) અંગે ચાલી રહેલા કામદારોના કેસમાં હાઇ કોર્ટે ૬૭૪ પાનાનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. જે અંતર્ગત કામદારોના નીકળતા રૂ. ૩૮૨ કરોડ ૩૧ મે સુધીમાં ચૂકવવાનો આદેશ આપ્યો છે. બરોડા રેયોન યુનિયનના જનરલ સેક્રેટરી સુભાષ ચૌધરીએ કહ્યું કે, કંપનીએ વર્ષ ૧૯૯૮થી ખોટ બતાવવાનું શરૂ કર્યું હતું. કંપનીએ ઉત્પાદન મોકુફ રાખીને કામદારોને પગાર ચૂકવવાનું બંધ કર્યું હતું. વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૩માં ૬૦ ટકાનો પગાર ઘટાડો કરી વિવિધ સગવડો પણ બંધ કરી હતી. વર્ષ ૧૯૯૮થી ૨૦૦૩ના વર્ષમાં નિવૃત્ત થયેલા, રાજીનામા આપેલા અને મૃત્યુ પામેલા કામદારોના રૂ. ૬.૩ કરોડ જેટલી ગ્રેજ્યુઇટી, રૂ. ૬.૬૪ કરોડનું પી.એફ. તથા પગારની ચૂકવણી કરી નથી. તા. ૨૭-૮-૨૦૦૮થી કામદારોના કામ કર્યાના દિવસોનો પગાર ચૂકવ્યા વિના ફરી ઉત્પાદન બંધ કર્યું હતું. કંપનીએ કામ બંધ રાખીને પણ કામદારોની હાજરી માન્ય રાખી પગાર શરૂ રાખવાનું કહ્યું હતું. પણ આજદિન સુધી પગાર આપ્યો ન હતો. કંપનીના આ મનસ્વીપણા સામે યુનિયન દ્વારા ન્યાયની લડત શરૂ થઇ હતી.

સુરતના તબીબી દંપતી સહિત ત્રણનું આકસ્મિક મોતઃ સુરતના વેસુ વિસ્તારની નંદનવન સોસાયટીમાં ડો. ગિરીશ હરકિશનભાઈ મિસ્ત્રી તેમની પત્ની ડો. સોનલ મિસ્ત્રી તથા પરિવાર રહે છે. મુંબઇમાં સગાને ત્યાં ૧૫ મેના રોજ લગ્નમાં હાજરી આપી તબીબ દંપતી તથા પરિવાર ૧૭ મેએ સુરત આવવા નીકળ્યા હતા. જેમાં તેમની કાર નવસારીથી આગળવેસ્મા પાસે પહોંચતા કાર ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર પૂરઝડપે હોય અકસ્માત કારમાં ડ્રાયવિંગ કરી રહેલા ડો. ગિરીશભાઈ, પત્ની ડો સોનલબેન તથા માતા હીરાબાઈનું સ્થળ ઉપર જ મોત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter