ભરૂચઃ દહેજમાં જીએનએફસી કંપનીના ટીડીઆઈ પ્લાન્ટમાં બીજી નવેમ્બરે મોડી રાત્રે ટાંકીના સમારકામ સમયે ગાસ્કેટમાં ભંગાણ સર્જાતાં અત્યંત ખતરનાક ફોસ્જિન ગેસનું ગળતર થતાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ૧૪ કામદારો ઝેરી ગેસની લપેટમાં આવી ગયા હતા. જે પૈકી જ કામદારના સારવાર દરમિયાન પાંચનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય ૩ની હાલત ગંભીર હતી. ટીડીઆઈ (ટોલ્વીન ડી આઈસોસાઈનાઈટ) પ્લાન્ટમાં કુલ ૧૦૦ કામદારો કામ કરી રહ્યા હતા. પ્લાન્ટની એક ટેન્કમાં સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન જ અચાનક નજીકના એક ગાસ્કેટમાંથી ફોસ્જિન ગેસ વછૂટવાનું શરૂ થઈ ગયું હતું. પ્લાન્ટને તાત્કાલિક શટડાઉન કરાયો હતો.