સુરતઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કના રિજનલ મેનેજરની લેખિત ફરિયાદના આધારે સીબીઆઇએ સુરતની છ કંપનીઓના પાંચ ડિરેકટરો અને પ્રમોટરો સામે રૂ.૫૭૫ કરોડની લોન લઇને ચુકવણા નહિ કરવા બદલે ગુનો દાખલ કર્યા છે. પ્રાથમિક તબક્કામાં બેન્કની તપાસ થઇ હતી અને તેમાં કંપનીઓ અને ડિરેક્ટરોએ ભેગા મળીને બેન્કને નુકસાન કર્યુ હોવાનું જણાતા બ્રાન્ચ મેનેજર દીપક જાલેને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
બેન્કે તેમની સામે પગલા ભરવા સીબીઆઇને જાણ કરી છે.
ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, ૨૦૧૩થી ૨૦૧૬ દરમિયાન સુરતની છ કંપનીઓ કે.કે. ક્રિએશન એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ, ભાગ્યલક્ષ્મી ફેશન, મહાલક્ષ્મી ટેક્ષ્ટાઇલ, ગાયત્રી ફેશન, મહાદેવ ટેક્ષ્ટાઇલ અને શ્રી ગણેશ ટેક્ષ્ટાઇલના ડિરેક્ટરો શીવકુમાર યોગેન્દ્ર સહાની, લક્ષ્મી શિવકુમાર સહાની, રણજિત યોગેન્દ્ર સહાની, અજય યોગેન્દ્ર સહાની, વિજય યોગેન્દ્ર સહાનીએ બ્રાન્ચ મેનેજર દીપક જાલન સાથે મળીને ક્રેડિટ ફેસિલિટી મેળવી હતી