SOU સફારીમાં વધુ એક જિરાફનું મોત

Wednesday 25th March 2020 09:22 EDT
 

કેવડિયા: સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જંગલ સફારીમાં વધુ એક જિરાફનું મોત તાજેતરમાં નીપજ્યું હતું. તેને જંગલામાં અગ્નિદાહ અપાયો હતો. સફારીમાં ૪ પૈકી અગાઉ ૨ જિરાફનાં મોત થયા બાદ ત્રીજું જિરાફ પણ બીમારીના કારણે મોતને ભેટ્યું છે. વિદેશી પ્રાણીઓને વાતાવરણ અનુકૂળ ન હોવા છતાં તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે. સરદાર સરોવર ઝીઓલોઝી પાર્ક જંગલ સફારીને તાજેતરમાં પ્રાયોગિક ધોરણે ખુલ્લું મુકાયું હતું. હાલ તેમાં ૧૫૦૦થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ છે. આ દરેક પ્રાણીની સલામતી માટે પગલાં લેવાય તેવું પ્રાણીપ્રેમીઓ ઈચ્છે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter